કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ખાતે થેલેસેમિયા પરિક્ષણ અને જાગૃતિના કાર્યકમનો આયોજન કરવામાં આવ્યો

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરસન હાલાઈ એજ્યુકેશન એન્ડચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ખાતે નવા દાખલ થયેલા વિદ્યાર્થી ઓનું થેલેસેમિયા પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તા. 17/09/2019 મંગળવાર ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંલગ્ન આ કાર્યકમ ની શરૂઆત સંસ્થાના માનનીય ચેરમનશ્રી જગદીશભાઈ હાલાઈ, સંસ્થાના કોડીનેટર રસીલા હિરાણી, સાયન્સ કોલેજ પ્રિન્સીપાલ ડો. વિવેક ગુજરાતી તથા રેડક્રોસ ટીમના ટેકનીશિયન ઇન્ચાર્જ શ્રી તુષારભાઈ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ રેડક્રોસ ટીમના શ્રી તુષારભાઈ દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા સિકલ સેલ વિશે નાની ફિલ્મ બતાવી જાગૃત કરવામાં આવ્યા હતા.

થેલેસેમિયા ત્રણ પ્રકારના હોય છે. 1) નોર્મલ 2) માઇનોર ૩) મેજોર. થેલેસેમિયા નોર્મલ અને માઇનોર હોવું એ કોઈ બીમારી નથી પણ થેલેસીમિયા મેજોર વ્યક્તિ ના શરીર ના રક્તકણો નું માપ નાનું હોય છે તેથી આવા વ્યક્તિ નું શરીર લોહી બનાવી શકતું નથી આથી આવા વ્યક્તિનું જીવન નાનું હોય છે. થેલેસેમિયા વિશે જાગૃતિ ફેલાવી થેલેસીમિયા મેજોર બાળક આવતું અટકાવી શકીએ છીએ. આજે કોઈ પણ વ્યક્તિ જયારે લગ્ન કરે એના પહેલા થેલેસેમિયા પરિક્ષણ કરાવવું જોઈએ. થેલેસેમિયા માઇનોર અને થેલેસેમિયા નોર્મલ વાળા વ્યક્તિ લગ્ન કરે તો કાંઈ તકલીફ આવતી નથી પરંતુ બંને થેલેસેમિયા માઇનોર વાળા વ્યક્તિ જયારે લગ્ન કરે છે ત્યારે તેમને થેલેસેમિયા મેજોર બાળક આવવાની 25% શક્યતા હોય છે. જે એક ગંભીર બીમારી છે. આથી લગ્ન પહેલા થેલેસેમિયા પરિક્ષણ કરાવવું જરૂરી છે. આ ઉમદા હેતુ થી એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ ખાતે નવા દાખલ થયેલા કુલ 244 વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યકમનું સંચાલન એચ.જે.ડી. ઇન્સ્ટીટયુટ ના 1પડડ ના પ્રોગ્રામ ઓફિસર પ્રવીણ હિરાણી તથા ૫૫ડડ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.