દયાપર પોલીસ સ્ટેશન દ્વારા માતાનામઢ ના મેળા માંથી પારીવાર થી વિખૂટા પડેલા બાળકો ને શોધી તેમના વાલીઓને સોપતી પશ્ચિમ કચ્છ પોલીસ


હાલમાં તા.૨૬/૦૯/૨૦૧૮ થી શરૂ થયેલ કચ્છના પ્રસિધ્ધ યાત્રા ધામ
માતાનામઢ ખાતે નવરાત્રી ને લઇને છેલ્લા બે દિવસ થી માતાનામઢ ખાતે મોટી સંખ્યામાં ભાવીકોનો પ્રવાહ આવી રહ્યો છે ત્યારે માતાનામઢ માં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી સોરભ તૌલબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ નાઓની માર્ગદર્શન અને સુચનાને પગલે તા.૨૬/૦૯/૨૦૧૯ થી માતાનામઢ ખાતે ગોઠવવામાં આવેલ પોલીસ બંદોબસ્ત દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મેળામાં પોતાના પરીવાર તેમજ વાલી થી વિખુટા પડેલા બાળકો ના વાલીઓ એ પોલીસ કન્ટ્રોલ રૂમ નો સંપર્ક કરતા દયાપર ના પી.એસ.આઇ શ્રી જે.પી.સોઢા સાહેબ તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટાફ ના જવાનોએ તાત્કાલીક શોધ ખોળ ચાલુ કરી બાળકોને શોધી તેમના વાલી વારસાને સુપરત કર્યા હતા જેમા નારૂભાઇ સેજલભાઇ સીધી (ભાનુશાલી) નાઓના પુત્ર પવનભાઇ નારૂભાઇ સીધી ઉ.વ ૧૮ રહે એરપોર્ટ રોડ જામનગર તેમજ અન્ય બે બાળકો ને પોતાના પરીવાર સાથે મેળાપ કરાવી ખંત પુરવકની ફરજ અદા કરેલ છે.