દર્શક મિત્રો આજે કરછ કેર ન્યૂઝ ચેનલ દારૂનો જે દુષણ ગાંધીધામ વધ્યો છે એ મુદ્દાને લઈને તમારી સામે આવ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરછ જીલ્લાના ગાંધીધામ તાલુકામાં દિવ-દમણની જેમ ખુલ્લે આમ ચાલી રહ્યા છે ૧૦૦ થી વધુ દેસી દારૂના હાટડા આ દેસી દારૂના ચાલતા હાટડા કોની મીઠી નજર હેઠળ કોની પરવાનગીએ ચાલી રહ્યા છે અને શું આ હાટડા ઓ બંધ થસે ? તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે વાત કરીએ વર્તમાન કેન્દ્ર અને રાજ્ય ની સરકારની તો સરકાર દારૂબંધી ઉપર અનેક કાયદાઓ અમલી માં મૂકે છે ગાંધી ના આ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીધામાં ખુલ્લે આમ દેસી દારૂ વેચાઈ રહ્યો છે તે ગંભીરતા ને જોતા અનેક સવાલો ઊભા થાય છે તો આ પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં મોટો લઠ્ઠાકાંડ થાય એવી સંભાવના દેખાઈ રહી છે દારૂ કોણ વેચે છે ? શું પોલીસ હપ્તા લે છે ? પોલીસની મીઠી નજર તળે આ બધું થઈ રહ્યું છે ? એવા અનેક સવાલો આ ૧૦૦ થી વધુ દેસી દારૂના ચાલતા હાટડા ઓ ઉભા કરે છે ગાંધીધામ શહેરની વાત કરીએ તો સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામમાં દારૂનું દુષણ બેફામ વધ્યો છે જેમાં આ દેશનું યુવાધન કહીએ જે નશામાં પોતાના પરિવાર ગામ અને દેશને બરબાદ કરે છે એ કોક નો દીકરો છે કોઈક નો બાપ છે કોઈક બેનનો ભાઈ હશે તો કોઈનો પતિ પણ હશે તો મિત્રો તમને નથી લાગતું કે આપણું આ યુવા ધન છે ? એ પોતે તો બરબાદ થાય છે પણ પાછળ પોતાના પરિવારને પણ બરબાદ કરે છે આ યુવાન ઉપર કેટલા પરિવારજનો આશરે લેતા હશે આ જોતા એક સવાલ એ પણ ઊભો થાય છે કે પોલીસ કેમ આના ઉપર અને બૂટલેગરો ઉપર એક્શન નથી લેતું પોલીસના પણ દીકરા હોય છે પોલીસનો પણ પરિવાર હોય છે તેમને એ પણ વિચારવું જોઇએ કે આપણો દીકરો દારૂ ના વ્યસન માં હોય તો આપણે સુ કરીયે