શક્તિનગર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ . કોન્સ શકિતસિંહ ગોહીલ તથા અશોકભાઇ કનાદ નાઓને બે ઇસમ નામે ૧,પ્રકાશ ભગવાન સલાટ રહે ગાંધીનગર હાલ રહે બગીચાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તાર અંજાર ૨, રવી રામલખન લોધા ( ઠાકોર ) રહે એકતાનગર કાર્ગો ઝુપડપટી વિસ્તારમાં ગાંધીધામ વાળા નાઓ હાથમાં સદભાવના સેવા ટ્રસ્ટ વેરાઇચોક અમદાવાદ તથા શ્રી મહાકાળી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પીપલજરોડ અમદાવાદની પહોચ બુક લઇને ફરતા હોઇ જે બન્નેના હાથમાં કાળા રંગના થેલા હોઇ જે બન્નેના હાથમાં રહેલ થેલા ચેક કરતા થેલામાંથી અલગ અલગ કંપનીના ૧૧ એન્ડ્રોઇડ ફોન મળી આવેલ તથા રવી રામલખન લોધા ( ઠાકોર )ના હાથમાં રહેલ કાળા રંગના થેલામાંથી અલગ અલગ કંપનીના ૬ એન્ડ્રોઇડ ફોન તથા ૧ સાદો ફોન મળી આવેલ હોઇ જે મોબાઇલ ફોનના બીલની માંગણી કરતા તેઓની પાસે રહેલ મોબાઇલ ફોનના કોઇ બીલ ન હોવાનું જણાવતા હોઇ જેથી તેઓની પાસેથી નીકળેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ – ૧૭ તથા સાદો ફોન નંગ – ૦૧ જેની કુલ્લ કિ.રૂ.૯૪૦૦૦ / – ના મોબાઇલ ફોન ચોરીના હોવાનો શકવહેમ હોઇ જેથી તેઓની પાસેથી મળેલ મોબાઇલ ફોન સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે આગળની તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે