સવિનય જણાવવાનું કે ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત HJD ઇન્સ્ટીટ્યુટ ખાતે તારીખ ૦૪/૧૦/૨૦૧૯ (શુક્રવાર) ના રોજ NCC COMMITTEE દ્વારા આર્મી અને નેવલવિંગ ના કેડેટ્સ માટે રેન્ક સેરેમની નું આયોજન કરવામાં આવ્યું. NCC માં જે કેડેટ્સ ૩ વરસની તાલીમ દરમિયાન ઉત્કૃસ્થ દેખાવ કરેલો હોય અને રાષ્ટ્રીય કૈંપની તાલીમ મેડવેલા કેડેટ્સને આર્મી વિંગ માં Senior Under Officer, Under Officer, Sergeant, Corporal, Lance Corporal અને નેવલ વિંગ માં Cadet Captain, Cadet Petty Officer, Leading Cadet જેવા રેંક થી કેડેટ્સ ને સન્માનવામાં આવ્યા હતા. રેન્ક સેરેમની માટે કર્નલ બી.એસ.કાશીદ-ગ્રુપ કમાન્ડર જામનગર અને NCC આર્મી યુનિટ ભુજ ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ રાકેશ થાપલીયાલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ સેરેમની માં NCC આર્મી અને NCC નેવલ વિંગ બંને ના ૧૦-૧૦ કેડેટ્સ ને વિવિધ રેન્ક આપવામાં આવ્યા હતા. સેરેમની ના અંતમાં કર્નલ બી.એસ.કાશીદ એ NCC કેડેટ્સ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર ઇવેન્ટ માટે સંસ્થા ના ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈ, એડમિનિસ્ટ્રેટર હિરેન વ્યાસ અને કોર્ડીનેટર રસીલા હિરાણી એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમ્રગ કાર્યકામનું સંચાલન સંસ્થાના NCC ARMY UNIT ના Caretaker દીપેશ પિંડોરિયા અને NCC નેવલ વિંગના Sub.Lt. ચેષ્ટા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું