આધાર પુરાવા વગરની બેટરીનો જથ્થો પકડી પાડતી મુન્દ્રા પોલીસ

મુન્દ્રા પોલીસ સ્ટેશન સ્ટાફ ભુજપુર ગેલડા ચાર રસ્તા ઉપર વાહન ચેકીગમાં દરમ્યાન માંડવી તરફથી એક ૭૦૯ ટેમ્પો આવતા તેને રોકી ચેક કરતાં તેમાં અંદર જુની નાની મોટી બેટરીઓ ભરેલ હોઇ જેથી તે ટેમ્પો ચાલક જુસબ હાજી અલીમામદ કુંભાર ઉ.વ.૬૩ રહે . ખંભરા તા.અંજાર વાળાને ટેમ્પામાં ભરેલ નાની મોટી બેટરીઓના બિલ તથા આઘાર પુરાવા રજુ કરવા કહેતા પોતાની પાસે આવા કોઇ બીલ તથા આઘાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી ટેમ્પો ચાલકે આ બેટરીનો જથ્થો છળ કપટથી કે ચોરી થી મેળવેલ હોવાનું તથા વેરો (જી.એસ.ટી ) ટેક્ષની ચોરી કર્યાનો શક વહેમ હોઇ જેથી ટેમ્પો તેમજ બેટરીઓ સી.આર. પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે
આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ . શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ કનાદ તથા દેવરાજભાઇ ગઢવી તથા પ્રદ્યયુમનસિંહ ગોહીલ તથા પો.કોન્સ જયદેવસિંહ ઝાલા રાજદિપસિંહ ગોહિલ વિગેરે જોડાયેલ હતા