કચ્છમાંથી ૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છની દરિયાઈ સીમાએ પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને બિનવારસુ પડેલું પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટમાં ડ્રગ્સ હતું. ડ્રગ્સના આ જથ્થાની કિંમત ૫ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. બીએસએફની ૧૦૮ બટાલિયનને ગઈકાલે રવિવારે મોડી સાંજે પેટ્રોલિંગ દરમ્યાન આ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.અગાઉ પણ પોલીસ તથા આ વિસ્તારમાંથી ગત જુલાઈ મહિનામાં ડ્રગ્સ ના પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના ૧૫ પેકેટ શોધી કાઢ્યા છે. ડ્રગ્સનું આ પેકેટ ગત મે મહિનામા જખૌ નજીક થી કોસ્ટગાર્ડે પકડેલી અલમદ્દીન બોટમાંથી મળી આવેલા ૬૦૦ કરોડના ડ્રગ્સના જથ્થા દરમ્યાન ડ્રગ્સ માફિયાઓએ દરિયામાં ફેંકી દીધેલા ૧૩૬ ડ્રગ્સ પેકેટોના જથ્થા પૈકીનો હોવાનું અનુમાન છે. હજીયે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.