કચ્છમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉચકયું : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

કચ્છમાં સારા વરસાદ બાદ હવે મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે ત્યારે કચ્છમાં મેલેરિયા શાખા દ્વારા દવાનો છંટકાવ કરી છે. આ સાથે જળાશયોમાં પાણી ભરાયેલા રહેતા હોય ત્યાં પોરાભક્ષક માછલીઓ મુકીને મચ્છરોના ઉપદ્રવને હટાવવાની કામગીરી કરી.હતી કચ્છમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાત લાખ 35 હજારથી વધુ નમુના લેવાયા છે. અને 227 મેલેરિયાના કેસ નોંધાયા છે.આ ઉપરાંત ઝેરી મેલેરિયાના 24 કેસ પણ નોંધાયા છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં અત્યાર સુધી 225 મેલેરિયાના કેસો નોંધાયા છે. આમ જાન્યુઆરીથી અત્યાર સુધી 502 કેસ નોંધાયા છે. અને હજુ કેસ વધે તેવી આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે