કચ્છની ક્રીકમાં પાણી ઘટતાંની સાથે ડ્રગ્સના પેકેટ બહાર આવશે

કચ્છ સરહદ પર ક્રિક વિસ્તારમાંથી ૨૪ કલાકમા જુદા જુદા બે પેકેટ ડ્રગ્સના મળી આવ્યા બાદ વિસ્તારમા સર્ચ ઓપરશેન તથા કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યી રહ્યુો છે. સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે અલમદિનામાંથી ફેંકાયેલ પેકેટ હવે બહાર આવી રહ્યા છે. તેમણે ઉમેર્યુ હતુ કે ક્રિકમાં દલદલમા પાણી ઓસરતા હવે પેકટ બહાર આવશે અને આવનારા દિવસોમા વધુ પેકેટ મળી શકે છે.ગત તા. ૨૧/૫/૨૦૧૯ના પાકિસ્તાનની અલમદિના બોટમાંથી ભારતીય સુરક્ષા એજન્સીઓએ કરોડોનો ડ્રગ્સ ઝડપી પાડયો હતો તે દરમ્યાન કેટલાક પેકેટ દરિયામા ફેકિ દેવાયા હતા ત્યારે સમયાંતરે ડ્રગ્સના પેકેટ દરિયા કિન્નારેથી મળી આવવાનો સિલસિલો શરૂ થયો હતો ત્યાર બાદ તા. ૬/૧૦ અને ૭/૧૦ ના બે પેકેટ કોરી માઉથ ક્રિકમાંથી બીએસએફને મળી આવ્યા હતા. ફેકિ દેવાયેલ પેકેટ દરીયામા દલદલમા ચાલ્યા ગયા હતા હાલ ભરતી અને ઓટ દરમ્યાન ક્રીકમાંથી પાણી ઓસરી રહ્યા છે. ત્યારે પેકેટ બહાર આવી રહ્યા છે. અને વધુ પેકેટ બહાર આવી શકે તેવુ સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.