કચ્છ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમને, તેમજ ભુજ શહેર વિસ્તારમાંથી આંક ફરકનો મીલન બજારનો આંકડાનો જુગાર પકડી પાડતી એલ.સી.બી.

એસ.ડી.એમ. ભુજનાઓના હુકમથી આરોપી સુનીલ છોટેલાલ મરાઠી, ઉ.વ.૩૩, રહે.વાલ્મીકીનગર, લોટસ કોલોની સામે, ભુજ વાળાને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભુજના હુકમ નં.મેજી./હદપારી/કેસ નં.૪૦/ર૦૧૯, તા.ર૯/૦૬/ર૦૧૯ થી કચ્છ, મોરબી, પાટણ, તથા બનાસકાંઠા જિલ્લામાંથી એક વર્ષ માટે તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને બજવણી કરવામાં આવેલ હતી. ઉપરોક્ત આરોપી એસ.ડી.એમ. ભુજના ઉપરોક્ત તડીપાર હુકમનો ભંગ કરી કચ્છ જિલ્લામાં પ્રવેશ કરી મીરઝાપર ચોકી સામે, તા.ભુજ ખાતે હાજર હોય જે મળેલ બાતમી હકીકત અંગે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી ખરાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમે એસ.ડી.એમ.શ્રી ભુજના હુકમનો ભંગ કર્યા સબબનો જી.પી.એકટ કલમ-૧૪૨ મુજબનો ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
તેમજ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ અન્ય એક ટીમને ખાનગી રાહે બાતમી હકીકત આધારે એક ઇસમ સલમાન ટી હાઉસની બાજુમાં આવેલ નીલકંઠ ગેસ્ટ હાઉસની બાજુમાં જાહેરમાં વરલી મટકાનો આંકડો લઇ જુગાર રમી રમાડે છે. જેથી સદરહું હકીકત આધારે રેઇડ કરતા અકબર દાઉદ લૉઢીયા ઉ.વ.૪૮, રહે.સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડની બાજુમાં, જકરીયા મસ્જીદની પાછળ, ભુજ વાળો જાહેરમાં ગે.કા. રીતે મીલન બજારનો વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડતા રોકડા રૂા.૪૫૮૦/- તથા આંકડાનો સાહિત્ય જેની કિ.રૂા.૦૦/૦૦ ગણી આરોપી વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગારધારા હેઠળ ફરીયાદ દાખલ કરાવેલ છે.