ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળે દુર્ઘટના સમયે ઉપયોગમાં લેવા માટે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગ્રેડને પેટ્રોલ એન્જિન બોટ આપી છે. જેનું બુધવારે સાંજે ટેસ્ટિંગ કરાયું હતું, જેથી અકસ્માત સમયે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય.ફાયર બ્રિગ્રેડના વડા અનિલ મારુએ જણાવ્યું હતું કે, 12.5 લાખ રૂપિયાની કિંમતની સ્પીડ બોટ પેટ્રોલથી ચાલે છે. પરંતુ, પ્રદુષણ ઓકતી નથી. કલેકટરે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આપી હતી. જી.એસ.ડી.એમ.ઓ.એ ભુજ નગરપાલિકાની ફાયરબ્રિગ્રેડને 2 ચાલક સાથે રાખવાની સાથે સુપરત કરી છે. જેનું બુધવારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના ડી.પી.ઓ. મેહુલ પઢારિયાની હાજરીમાં ફાયર બ્રિગ્રેડના સચિન પરમાર, જિજ્ઞેશ જેઠવા, સુનીલ મકવાણા, પ્રતિક મકવાણા, સાવન ગોસ્વામી, જશપાલસિંહ વાઘેલા ટેસ્ટિંગ કર્યું હતું.