ગાંધીધામમાં યુવાન ઉપર છરીથી હુમલો

ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝુપડામાં શાકમાર્કેટ પાસે યુવાન એ ખિસ્સામાં હાથ નાખવાની ના પાડતા આરોપીએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના પીએસએલ કાર્ગો ઝૂંપડામાં શાકમાર્કેટ પાસે અજીતસિંગ અંગતસિંગ સિંગ ઉંમર વર્ષ ૩૨ ઈંડા ની રેકડી ઉપર ઊભા હતા ત્યારે આરોપી સલીમ નામ ના શખ્સે આવીને અજીતસિંગના પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા અજીતસિંગ એ પેન્ટ ના ખિસ્સા માં હાથ નાખવાની ના પાડતા આરોપી સલીમ એ ઉશ્કેરાઇને છાતીના ભાગે છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ભોગબનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે