આધોઇમાં ઘરના દરવાજાનું તાળું તોડી દસ હજારના સામાનની ચોરી

kebal-chori

ભચાઉ તાલુકાના આધોઇ માં સેક્ટર ૪ મકાન નંબર ૨૦૨ ને તસ્કરોએ નિશાન બનાવી લાકડાના દરવાજા નું તાળુ તોડીને અંદરથી ગેસનો ચૂલો ટીવી તાડપત્રી સહિતનો રૂપિયા ૧૦૨૫૦ કિંમત સામાન ચોરી કરીને લઈ ગયા હતા સામખયાળી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આધોઈના સેક્ટર ૪માં આવેલ મકાન નંબર ૨૦૨ ને તસ્કરોએ નિશાન બનાવી લાકડાના દરવાજા નું સેન્ટર લોક તોડી મકાનની અંદર થી ગેસનો ચૂલો બે ગેસના ખાલી બોટલો રેગ્યુલેટર ગેસની પાઈપલાઈન ની નળી એક ટીવી, તાડપત્રી સહિત કુલ રૂપિયા ૧૦૨૫૦ ની કિંમત મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયા હતા આ અંગે દમુ બેન વેલાભાઇ લુહાર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે