ગાંધીધામમાં મહેશ્વરી નગરમાં નવરાત્રિ દરમ્યાન બબાલ માં છરીથી ઘાયલ યુવાનનું સારવારમાં મૃત્યુ

ગાંધીધામ શહેરનાં મહેશ્વરી નગરમાં નવરાત્રિ દરમ્યાન બબાલ થયા બાદ ગોપાલપુરી પાછળ’ સમાધાન માટે ગયેલા ભાવેશ દામજી મહેશ્વરી નામના યુવાનનાં ગળામાં છરી વડે હત્યા કરાઇ. રાજકોટમાં સારવાર અર્થે રહેલા આ યુવાને દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો.ગાંધીધામ શહેરના મહેશ્વરીનગરમાં ગરબી દરમ્યાન દિલીપ ફમા અને અમન માતંગનો કોઇ બાબતે ડખો થયો હતો. જેમાં અમને દિલીપને માર મારતાં આ યુવાનને સારવાર અર્થે રામબાગ ખસેડાયો હતો. બાદમાં તેના પરિવારજનો રામબાગ પહોંચ્યા પછી ઝઘડો આગળ ન વધે તે માટે સમાધાન કરવાનું નક્કી કર્યું હતું. અને મોડી રાત્રે ભાવિન કરસન ફમા, ભાવેશ દામજી ફમા, મનોજ અને રાહુલ ગોપાલપુરી પાછળ રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટીમાં ગયા હતા. જ્યાં અમન નામોરી માતંગ, હરેશ નામોરી માતંગ, નામોરી માતંગ અને પરેશ ઉર્ફે પવો માતંગ હાજર હતા. સમાધાનની વાતો વચ્ચે આરોપી અમન અને હરેશ ઉશ્કેરાઇ ગયા હતા અને ભાવેશના ગળામાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવાને દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે . ઝઘડા બાદ યુવાનની હત્યાનો બનાવ બનતાં લોકોમાં ભારે’ ચકચાર પ્રસરી હતી.’