બારોઈમાં નકલી જમીનનો માલિક બનીને ચીટિંગ કરાયું

મુન્દ્રા તાલુકાના બારોઈમાં જમીન માલિક ન હોવા છતાં જમીન વેચાણના દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત પોલીસ અધીક્ષકને કરવામાં આવી હતી. ભુજ નવી રાવલવાડી ખાતે રહેતા અરજદાર શૈલેશ બાબુલાલ સાવલા તથા મેહુલરાજ ભરતસિંહ રાઠોડ આ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મીઠી રોહરનો શખસ તેમની સાથે બારોઈમાં આવેલ જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને નોટરી કરાવીને રૂ. ૩.૫૦ લાખ લઈ લીધા હતા. બાદમાં, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જમીનનો માલિક પોતે ન હોવા છતાં આ ચીટિંગ કરવામાં આવ્યું હતું. તેથી સમગ્ર મામલે કલેક્ટર અને એસપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ મો.૮૧૪૧૪ ૯૯૭૧૭