અંજાર તાલુકાના વરસામેડી માં મકાન આગળ કચરો નાખવામાં થયેલી બોલાચાલીની મનદુખ રાખી બે પક્ષો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું તેમાં એક યુવાન ઉપર માથામાં ધારિયાના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી પોલીસે બંને પક્ષોના કુલ ૧૫ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વરસામેડી માં આહિર સમાજની વાડી પાસે આવેલ મેદાનની બાજુમાં ભરતભાઈ અરજણભાઇ વરાયા અને તેના કુટુંબીક ભાઈ કેવલ શંકરલાલ ત્યાં હતા ત્યારે આરોપી ભરત નારણ ડાંગર ભરત પુંજા ડાંગર વાલજી રામજી ડાંગર રાહુલ ગોપાલ ડાંગર વિકાસ વાલજી ડાંગર મ્યાજર હીરા ડાંગર અને ઉમેદ દેવા ડાંગરે પ્રાણઘાતક હથિયારો સાથે આવીને તમે અમારા ઘર પાસે જ કેમ કચરો નાખો છો તેમ કહી લોખંડના પાઈપ ધોકા ધારીયા જેવા હથિયારોથી હુમલો કરી સાહેદ કેવલ શંકર ભરાયા ને માથાના ભાગે ધારીયું મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી બંને રાડારાડ કરતા આસપાસના લોકોએ આવી ભરતભાઈ અને કેવલ ભાઈને આરોપીઓના ચૂંગાલમાંથી છોડાવીને સારવાર તને લઈ ગયા હતા ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઠે શખ્સો સામે આઈપીસીની કલમ ૩૦૭ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૫૦૪ ૫૦૬(૨) ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ જી પી એક્ટ કલમ ૧૩૫ ગુનો નોંધ્યો છે તો સામા પક્ષે વાલજી રામજી ડાંગર ઉંમર વર્ષ બેતાલીસ રહે વરસામેડી ચામુંડા માતાજીના મંદિર પાસે એ ફરિયાદ નોંધાવી છે કે અગાઉના ઝઘડાનો સમાધાન કરવા જતાં તેનું મનદુખ રાખી આરોપી કેવલ શંકર વરાયા રવિ શામજી વરાયા ભરત અરજણ વરાયા દિનેશ શામજી વરાયા હરિ શંકર વરાયા રુચિત રાજેશ વરાયા તે લાકડી ધારિયા જવાબ પ્રાણઘાતક કરો લઈ આવીને વાલજીભાઈ ડાંગર તેના પુત્ર વિકાસ તેમજ ભરતભાઇ સહિતના ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પોલીસે બંને પક્ષો નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે