પશ્ચિમ કચ્છ એલસીબીએ મેઘપર બોરીચી માંથી ૧.૪૭ લાખ નો દારૂ પકડ્‌યો

બોર્ડર રેન્જ આઇજીપી ના આદેશથી પશ્ચિમ કચ્છ એલસીબીએ પૂર્વ કચ્છના મેઘપર બોરીચી ના પરસોતમ નગર માં રેડ પાડી ૧.૪૭ લાખ ની કિંમતના દારૂ સાથે એક શખ્સ ને પકડી પાડ્‌યો હતો અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીએ પૂર્વ કચ્છના નકર બોરીચી ના પરસોતમ નગર માં રેડ પાડીને રૂપિયા એક લાખ ૪૭૫૬૦ ની કિંમતનો ૩૫૦ બોટલ અંગ્રેજી દારૂ સાથે નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી રહે મેઘપર બોરીચી ને ઝડપી પાડયો હતો પશ્ચિમ કચ્છ એલસીબીએ દારૂની સાથે સાથ દારૂ હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાતી બે લાખની કાર સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો પૂર્વ કચ્છના અંધારા માં રાખીને પશ્ચિમ કચ્છ એલસીબીએ રેડ પાડી ને દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો આઇજીપી સુભાષ ત્રિવેદી ના સીધા આદેશથી પશ્ચિમ કચ્છ એલ.સી.બી એ આ કાર્યવાહી કરી છે