અંજાર માંથી પરિણીતાનું બે શખ્સોએ બાઈક ઉપર અપહરણ કરીને બાવળની ઝાડીમાં લઈ જઈ એક શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બીજા શખ્સોએ પરણિતાની છેડતી કરી હતી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સર નજીકમાં રહેતા ૨૯ વર્ષીય પરણિતાનું બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ બાઈક ઉપર અપહરણ કરીને બાવળની ઝાડીમાં લઈ ગયા હતા જ્યાં એક શખ્સે પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બીજા શખ્સે પરિણીતાની છેડતી કરી હતી ફરીથી બીજા દિવસે બંને શખ્સોએ પરિણીતાના ઘરે આવી અપહરણ કરવાની કોશિશ કરી હતી પરણિતા એ ઇનકાર કરતા બંને આરોપીઓએ પરણિતાને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા તેમને ઈજા પહોંચી હતી સારવાર તળે હોસ્પિટલ ખસેડાયા હતા ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે