કચ્છની જનતા દવાખાનાઓમાં દિવાળી ઉજવશે, દવાવાળાને મંદીમાં પણ તેજી!

સમગ્ર કચ્છમાં ડેન્ગ્યૂ સહિતની વાયરલ બિમારીએ ભરડો લીધો છે. પરિવાર દીઠ બે-ત્રણ લોકો નાની-મોટી બિમારીનો ભોગ બનેલા છે. બીજી તરફ દિવાળીના તહેવારો દરવાજે દસ્તક દઈ રહ્યા હોવાછતાં હજૂ સુાધી આરોગ્ય તંત્ર અને સૃથાનિક પાલિકાઓ રોગચાળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડી છે. જેને લઈને લોકોમાં હવે તંત્ર સામે કટાક્ષ કરતા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. કચ્છની જનતાએ આ વખતે દવાખાનાઓમાં દિવાળી ઉજવવી પડશે, તેવા હકીકતલક્ષી કટાક્ષ તંત્ર પર થઈ રહ્યા છે.કચ્છમાં છેલ્લા એકાદ મહિનાથી રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરી વિસ્તારોથી માંડીને ગામડા સુાધી ડેન્ગ્યૂ સહિતના તાવ અને શરદી-ઉાધરસના સેંકડો કેસો જોવા મળી રહ્યા છે. સરકારી તેમજ નાના-મોટા ખાનગી દવાખાનાઓ દર્દીઓાથી ઉભરાઈ રહ્યા છે. દવાખાનાની લોબીમાં નીચે ગાદલા પાથરીને દર્દીઓને સુવડાવી બાટલા ચડાવવા પડે એટલી ગીરદી છે. આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરાતી હોવાના દાવાઓ થઈ રહ્યા છે. પણ સિૃથતિ કાબુમાં આવતી નાથી. બીજી તરફ પાલિકાઓ અને ગ્રામ પંચાયતો સફાઈમાં ઉણી ઉતરી હોવાથી રોગચાળાને વધુ વેગ મળી રહ્યો છે. કચ્છમાં એકલા ડેન્ગ્યૂના જ એકાદ હજાર કેસ હોવાનો અંદાઝ તબીબી સુત્રો માંડી રહ્યા છે. તંત્ર પાસે કામગીરી કરાવવાના બદલે રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત છે. જેને લઈને પ્રજામાં હવે રોગચાળા અંગે કટાક્ષ શરૃ થયા છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજો અનુસાર કચ્છમાં નવા વરસે લોકો એક-બીજાને મળવા જશે ત્યારે મીઠાઈના બદલે દવા, પપૈયાના પાન અને સફરજન ભેટમાં આપશે, દવાવાળાઓને તો મંદીમાં પણ હાલ તેજી છે, શેરીએ શેરીએ ઉભરાતી ગટરની દૂર્ગંધાથી રહેંણાક વિસ્તારો મઘમઘી રહ્યા છે, લોકોએ નવા વર્ષની શૂભેચ્છા પાઠવવા હોસ્પિટલોમાં જવું પડશે! વગેરે શબ્દો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે નિંભર તંત્રને લોકોની આ વેદનાની અસર થાય છે કે, પછી ફક્ત ફોટા પડાવી અને કાગળિયા ચિતરી કામગીરી કર્યાનો સંતોષ માને છે, તે આગામી સમય જ બતાવશે.