માળિયા કંડલા હાઈવે પરથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

માળિયા કંડલા હાઈવે પર માળિયા પોલીસ ટ્રાફિક નિયમન કામગીરી કરતી હોય દરમિયાન એક કાર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાએસપી ડી.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી.એસ.આઈ.બી.વી.ઝાલાની સુચનાથી માળિયા પોલીસ મથકના જયદેવસિંહ ઝાલા, વિપુલભાઈ ફૂલતરીયા, રમેશભાઈ રાઠોડ અને જે.પી. વસિયાણી સહિતની ટીમ માળિયા કંડલા હાઈવે પર રોડ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હોય દરમિયાન જીજે ૧૨ એ જે ૦૦૫૦ કાર શંકાસ્પદ અકીલા લાગતા તેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૦કીમત રૂ.૩૩૬૦૦ તથા કારમળીને કુલ મુદામાલ ૩,૩૩,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે