ભચાઉ તાલુકાના ચોબારી અને કડોલ ગામ વચ્ચે આવેલી નર્મદાની કેનાલમાં પડી જતા કડોલ ગામના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે. સવારે ૯ વાગ્યે ઘટના બન્યા બાદ સાંજે પ વાગ્યે યુવાનનું મૃતદેહ મળ્યો હતો.આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સવારે નવેક વાગ્યાના અરસામાં ચોબારી અને કડોલ વચ્ચેની નર્મદાની કેનાલમાં એક યુવાન પડી ગયો હોવાની વાત બહાર આવતા જ ભચાઉ પાલિકાની ટીમ, પ્રાંત અિધકારી, તા.પં.પ્રમુખ વગેરે અિધકારીઓ અને આગેવાનો ઘટનાસૃથળે દોડી આવ્યા હતા. કેનાલના પાણીમાં બાધાએ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. લાંબી કવાયત બાદ છેક સાંજે પ કલાકે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનનું નામ શામજી દેવાભાઈ આહિર(ઉ.વ.ર૭) અને કડોલ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. યુવાન ખેતી કામ કરતો હતો. પોલીસના પ્રાથમિક તારણ અનુસાર સવારે કેનાલના કાંઠે હાથ-પગ ધોવા જતા અકસ્માતે કેનાલમાં પડી ગયા બાદ ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.