પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી મુંદરા પોલીસ

મુંદરા પો.સ્ટે ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.હેડ.કોન્સ.અશોકભાઇ કનાદને મળેલ બાતમી હકીકત આઘારે ભોરારા ગામના ઇન્ડીયન ઓઇલના પેટ્રોલ પંપની પાછળ આવેલ આરોપીની વાડીમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી – શાંતીલાલ હરશીભાઈ થારૂ ઉ.વ.૩૫ રહે.ભોરારા તા.મુંદરા મુદામાલ ની વિગત– ભારતિય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની શીલબંધ કાચની ૭૫૦ એમ.એલ ની પાર્ટી સ્પેશિયલ પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન ચંદીગઢ યુ.ટી ઓન્લી લખેલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ.૮૦ કિ.રૂ.૨૮૦૦૦/- આ કામગીરીમાં મુંદરા પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ.ડી.એમ.ઝાલા સાહેબ તથા સ્ટાફના પો.હેડ.કોન્સ.શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ કનાદ તથા દેવરાજભાઇ ગઢવી તથા પ્રદ્યાયુમનસિંહ ગોહીલ તથા ધમેન્દ્રસિંહ વાઘેલા તથા પો.કોન્સ જયદેવસિહ ઝાલા તથા પો.કોન્સ.રાજદિપસિંહ ગોહિલ તથા પો.કોન્સ.ગફુરજી ઠાકોર વિગેરે જોડાયેલ હતા.