મે ,પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ – તેમજ પોલીસ અધિકક્ષ શ્રી પરીક્ષીતા ૨ાઠોડ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાનો ત૨ફથી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલી હતી તે સંબંધે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે. જી. ઝાલા ભચાઉ વિભાગનાઓ માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન ની ટીમ વણ શોધાયેલા ગુનાઓ શોધવા પ્રયત્ન હતી વર્ષ ૨૦૧૮ માં કુંભા૨ડી ની સીમમાં એક મહિલાની કોહવાયેલી લાશ મળી આવેલી જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો . આ ગુનામાં લાશ સડી ગયેલી હાલતમાં હતી .તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી ગુનાની તપાસ કરતા ટેકનિકલ સર્વેલન્સનની મદદ લઈ આ ગુનાના કામે મ૨ણ જનાર નાં પતિ ઉપર શંકા હોય તે બનાવ સમય બાદ થી કુંભારડી થી જતો રહેલ હોય જેને શોધવા સારુ કાર્યવાહી કરવામાં આવતી હતી . એ દરમ્યાન પોલીસ બાતમી નાં આધારે મોરવાહડફ્ બાજુ આ આરોપી હોવાની શક્યતા હોય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ ક૨૭ ગાંધીધામનાઓ ના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ ગોધરામાં મુકવામાં આવેલ હતીઆ ટીમ તેમજ ગોધરા પેરોલ ફલો રક્વોડની મદદથી આરોપી દિનેશ ઉર્ફે વિનોદ બુદ્ધા નાયક ઉ . વ . ૩૫ રહે . મોરડુંગરા તા . ગોધરા જી . પંચમહાલ વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીનું નામ : દિનેશ ઉર્ફે વિનોદ બુદ્ધા નાયક ઉ . વ . ૩૫ રહે . મોરડુંગરા તા . ગોધરા જી . પંચમહાલ ગુન્હાની વિગત – ભચાઉ પો . સ્ટે . રૂં . ગુ . ર . નં . ૬૫ / ૨૦૧૯ ઈ . પી . કો 302 આરોપી દિનેશ ઉર્ફે વિનોદ ને પોતાની પત્નિ સુમિત્રા ઉપર શંકા હતી કે તેના કોઈની સાથે આડા સંબંધ છે જે આડા સંબંધોના લીધે અવારનવાર ઝઘડા થતા હતા અને એક દિવસ રાત્રે પાવડા જેવા હથિયારથી સુમિત્રા ના માથા પર મારી તેનું મોત નીપજાવી નાસી ગયેલ હતો . આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર બી .એસ. સુથાર , પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે .મકવાણા એ.એસ. આઈ. હરપાલસિંહ જાડેજા તેમજ સરતાનભાઈ પટેલ. વિશ્વજીતસિંહ ગોહીલ. લાલજીભાઈ ચાવડા. અશોકજી ઠાકોર. હરિસિંહ રાઠોડ. હરપાલસિંહ જાડેજા વગેરે કામગીરી માં સામેલ હતા