કચ્છમાં ડેંગ્યુનો આતંક – તહેવારો વચ્ચે બીમારીના ખાટલા, એક હજારથીયે વધુ દર્દીઓ, તંત્ર ઊંધે માથે

કચ્છમાં તહેવારોના દિવસોમાં ડેંગ્યુએ રીતસરનો આતંક મચાવ્યો છે. ગઈકાલે અંજારની કિશોરીના ભોગ સાથે ડેંગ્યુથી મૃત્યુ પામનાર દર્દીઓનો બિન સતાવાર મૃત્યુ આંક ૩ થયો છે. કચ્છનું આરોગ્ય તંત્ર ડેંગ્યુ અને ડેંગ્યુની અસરએ બન્ને વચ્ચે અટવાયું છે ત્યારે વાસ્તવિકતા એ છે કે, ડેંગ્યુએ આતંક મચાવ્યો છે. જેનો પડદ્યો સંકલન સમિતિની બેઠકમાં પણ પડ્યો હતો. પ્રજાકીય પ્રતિનિધિઓની રજૂઆતને પગલે કલેકટરે ડેંગ્યુને કાબુમાં લેવા સૂચના આપી હતી. જોકે, આરોગ્ય તંત્રની તપાસણી દરમ્યાન ભુજ મધ્યે આવેલા કલેકટર અને ડીએસપીના બંગલા પાસેથી પણ ડેંગ્યુના મચ્છરોના પોરા મળી આવ્યા હતા. દરમ્યાન નખત્રાણાની એક યુવતીના ડેંગ્યુથી નિપજેલા મોત બદલ ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલ સામે બેદરકારીભરી સારવારનો આક્ષેપ કરાયો છે. અત્યારે સમગ્ર કચ્છમાં ડેંગ્યુના દર્દીઓનો આંક એક હજારને પાર કરી ગયો છે. જોકે, જે રીતે ઘેર ઘેર બીમારીના ખાટલા છે, એ જોતાં બિનસત્ત્।ાવાર રીતે આ આંકડો દ્યણો મોટો હોઈ શકે છે.