લખપતના મોટી છેર અને આજુબાજુના ગામોમાં તીડની સમસ્યાને કારણે ખેડૂતોને થઇ રહેલી મુશ્કેલીનો સર્વે કરવા ગયેલા પાંચ ગ્રામસેવકોને ઝેરી દવાની અસર થઇ હતી. આ ગ્રામ સેવકોને શ્વાસ લેવામાં અકિલા મુશ્કેલી થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને લખપતથોી પહેલાં પાનધ્રો સરકારી દવાખાનામાં સારવાર અપાયા બાદ જિલ્લા મથક ભુજ મધ્યેની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ ગ્રામસેવકો(૧) જયેશ ચંદુ છૈયા (ઉ.૩૬, લખપત), (ર) ભરતસિંહ બાબુજી રાજપૂત (ઉ.રપ, આધોઇ), (૩) જિંજલબેન મહેશ પટેલ (ઉ. ર૪, મેઘપર), (૪) જગદીશ છોટાલાલ વાળંદ (ઉ. ૩પ, દયાપર), (પ) ભાવેશ મેઘજી જાટ (ઉ.૩૦ નાની છેર) આ તમામ સારવાર હેઠળ છે.