ગાંધીધામ અને અંજાર વચ્ચે મેદ્યપર બોરીચીમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતાને પતિના મિત્રે હેરાન કરતાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસમાં ૨૭ વર્ષીય પરિણીતાએ જણાવ્યું છે કે, તેનો પતિ નોકરીના કારણે સતત બહારગામ રહે છે. તે દરમ્યાન તે બીમાર પડતા તેને પતિના મિત્ર અરુણ ચૌધરીએ આર્થિક મદદ કરી હતી.ત્યારબાદ બન્ને વચ્ચે ફોન પર વાતો અને ચેટ પણ થતી હતી. જોકે, ત્યારબાદ અરુણ ચૌધરીએ આ ૨૭ વર્ષીય પરિણીતા ઉપર સુંવાળા સંબંધો રાખવા સતત ફોન ઉપર તેની પાસે માંગણી કરી હતી. તેમ જ રૂબરૂ પણ દબાણ કર્યું હતું. પરિણીતાએ ફોન બદલાવ્યા છતાંયે અરુણે હેરાન કરવાનું ચાલુ રાખી જો સંબંધો નહીં બાંધે તો પુત્ર અને તેણીને મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. અંતે ત્રાસીને આ પરિણીત યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.