ભુજમાં આધેડ સાથે બે શખ્સોએ મિત્રતા કેળવી ને ધાર્મિક પ્રવૃત્તિથી તેને પ્રભાવિત કરી આધેડ દંપતી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા લઇ બનાવટી ચેક આપી ઠગાઈ કરી છે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભુજ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભાનુશાલી નગર માં રહેતા ઇશ્વરભાઇ ટેકચંદ દાદલાની ઉંમર વર્ષ ૫૯ સાથે આરોપી જહોન ડાયા ક્રિચ્યન અને સેસીલ જહોન ક્રિચ્યન રહે બંને અમદાવાદ એ મિત્રતા કેળવી ને બંને આરોપીઓએ તેને ધાર્મિક પ્રવૃત્તિથી ઇશ્વરભાઇ દાદલાની ને પ્રભાવિત કરી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી બે લાખ રૂપિયા અને ઈશ્વરભાઈના પત્ની સરોજબેન પાસેથી ૧૩૫૦૦૦ કુલ દંપતિ પાસેથી ચેક મારફતે સાડા ત્રણ લાખ રૂપિયા લઇ લીધા હતા તેની અવેજીમાં આરોપીઓએ એ ખોટા ચેક આપ્યા હતા તેને દંપતીએ બેંકમાં રજૂ કરતા ચેક ખોટા હોવાનું બહાર આવતા ઠગાઈ નો મામલો સામે આવ્યો હતો ભગવાન ના રે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે