ભુજમાં ૧૦ વર્ષની માસુમ બાળા સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ બાળાએ બુમો પાડતા ઢગો નાસી ગયો

ભુજની એકોર્ડ હોસ્પિટલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં કામે ગયેલા શ્રમજીવી પરિવારની બાળા સાથે પડોશી યુવાને કરેલા દુષ્કર્મના પ્રયાસે ચકચાર સર્જી છે. વસાહતની પાછળ આવેલા મેદાનમાં જઈ રહેલી બાળાને જોઈને કનૈયા દયારામ મારવાડી નામના ઢગાએ નજર બગાડી તે બાળાની સાથે અડપલા કરીને નજીક બની રહેલા મકાન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બુમાબૂમ કરી મુકતા એ જ સમયે ત્યાં મેદાન પાસે આવેલી તેની માતા બુમો સાંભળી દોડી જતાં આરોપી ઢગો કનૈયો ભાગી ગયો હતો. અંતે આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસમાં પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાતાં પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.