રાજ્યમાં પહેલા ક્યાર વાવાઝોડા અને હવે મહા વાવાઝોડાની આગાહીને કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે ‘મહા’ વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે કરછ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કરછ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.