પરીવારથી વિખુટા પડેલા મંદબુઘ્ધીના યુવાનને તેના પરીવાર સાથે મિલાપ કરાવતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

ગઈ તા.૦૨/૧૧/૨૦૧૯ ના રોજ ભુજ એરકફોર્સ સ્ટેશનના જવાનો એરફોસ સ્ટેશન મેઈન ગેટ સામે રોડ પાસે ઉભેલ એક યુવાન સંકાસ્પદ જણાતા તે ઈસમને પકડી ભુજ શહેર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશન સોપી ગયેલ હતા જે બાબતે આગળની તપાસ પો.હેડ કોન્સ નરેન્દ્ર આર.ધરડા નાઓને સોંપતા સદર પકડાયેલ યુવાનની પુછપરછ કરતા માલુમ પડેલ કે તે મંદબુઘ્ધીનો છે તેમજ તેના ખીસ્સા માંથી મળેલ કાગળો માંથી એક મોબાઈલ નંબર મળી આવેલ જે નંબર પર ફોનથી કોન્ટેકટ કરતા તેના પીતાજી સાથે વાત થતા જાણવા મળેલ કે સદર પકડાયેલ મંદબુઘ્ધીના ઈસમનું નામ વિરેન્દૂસિંહ સ/ઓ જૌહારસિંહ કઠાઈ ઉ.વ.૨૫ રહે.ગામ– રિન્ગુ, પિથૌરાગઢ,ઉતરાખંડ વાળો છે અને જે આજથી છએક વર્ષ પહેલા ભુજ ખાતે હોટલ પ્રિન્સમાં વેઈટરનું કામ કરતો હતો અને બાદ તેને માનશીક બીમારી થતા તે આજથી ત્રણેક વર્ષ પહેલા પોતાના વતન ઉતરાખંડ ખાતે પરત ચાલ્યો ગયેલ હતો અને ગઈ તા.રર/૦૯/૧૯ ના રોજ પોતાના ઉપરકોત સરનામેથી(ઉતરાખંડથી) કોઈને કહયા વગર કયાંક ચાલ્યો ગયેલ હતો તેવી હકીકીત જાણવા મળેલ બાદ તેના પિતાજી જોહારસિંહ કૈશરસિંહ કઠાઈ ને ભુજ-કચ્છ ખાતે આવી તેમના દિકરાને લઈ જવા સમજ કરતા જેઓ આજરોજ તા.૦૫/૧૧/૧૯ ના ભુજ આવી જતા તેઓને ગુમથયેલ તેમનો દિકરો પરત સોંપેલ છે. આ કામગીરીમાં ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એમ.એન.ચૌહાણ સાહેબ પો.સબ.ઈન્સ બી.પી.પાતાણી સાહેબ તથા પો.હેડ કોન્સ નરેન્દ્ર આર.ધરડા તથા પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી નાઓ જોડાયેલ હતા.