કચ્છમાં મોસમનો મિજાજ બદલ્યો મહાની ઇફેક્ટ શરૂ- લખપત દયાપરમાં એક કલાકમાં બે ઇંચ

કચ્છમાં મહા વાવાઝોડાની ઇફેક્ટ શરૂ થઈ ગઈ હોય તેમ સાંજે એકાએક મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે. અરબી સમુદ્રને સ્પર્શતા કાંઠાળ વિસ્તાર લખપત અને દયાપરની આજુબાજુમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. હજીયે આ લખાય છે ત્યારે સાંજે પાંચ વાગ્યે વરસાદ ચાલુ છે.મોસમનો બદલતો મિજાજ અન્ય જગ્યાએ પણ અનુભવાઈ રહ્યો છે. ધોમધખતા તાપને બદલે વાદળછાયુ વાતાવરણ થઈ ગયું છે.