કચ્છના દરિયામાં કરંટ : કલેકટરે યોજી અધિકારીઓની બેઠક

121279l

કચ્છના જખૌ, પિંગલેશ્વર અને માંડવીના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ અનુભવાયો હતો. આજે જિલ્લા કલેકટર નાગરાજને ભુજમાં વાવાઝોડાની સમીક્ષા અને તંત્રની સજ્જતા વિશે જાણકારી મેળવી હતી. કચ્છમાં તંત્ર કોઈ પણ પ્રકારની સંભવિત આપત્તિને પહોંચી વળવા સજ્જ હોવાનું, જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત હોવાનું અને જખૌમાં તમામ બોટ કિનારે આવી ગઈ હોવાનું કલેકટરે જણાવ્યું હતું.