એક જાગૃત નાગરિક દ્વારા એસીબી માં ફરિયાદ કરવામાં આવેલ હતી કે જોષી ગોરધનભાઈ તેજાભાઈ જિલ્લા સહકારી અધીકારીએ ધીરધારકામ કરવા માટે લાંચની માંગણી કરેલ છે જે અનુસંધાને તા.૦૬/૧૧/૨૦૧૯ના સહકારી અધીકારી ધીરધારની કચેરી કંપાઉન્ડમાં, પાલનપુર, બનાસકાંઠા વાળાને લાંચની રકમ ૨૨૦૦૦/- સ્વીકારતા રંગે હાથ ઝડપી પડ્યા હતા જે સફળ ટ્રપમાં લાંચની રકમ રૂ.૨૨૦૦૦/- રિકવર કરવામાં આવેલ હતી. વધુ જણાવતા ફરીયાદી ધીરધારનુ લાયસન્સ ધરાવતા હોઈ આરોપી પોતે ફરીયાદીની ઓફીસે જઈ ચોપડા તપાસી કહેલ કે ઘણી ભુલો છે તેમ કહી ચોપડા કબ્જે કરેલ. ત્યારબાદ ફરીયાદી અધિકારીને મળતાં અધિકારીએ કહેલ કે રૂ.૨૨,૦૦૦/- આપવા પડસે. જે લાંચની રકમ ફરીયાદી આપવા ના માંગતા હોઈ એસીબીનો સંપર્ક કરતાં છટકાનું આયોજન કરતાં અધિકારી લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ પકડાઈ જઈ ગુનો કબુલ્યો હતો. આ સફળ કામગીરીમાં ટ્રેપ કરનાર અધિકારી કે.જે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા. સી.બી. પો.સ્ટે., તથા ટીમનું સુપરવિઝન કરનાર સુપર વિઝન અધિકારી શ્રી કે.એચ. ગોહીલ મદદનીશ નિયામક, એ. સી. બી. બોર્ડર , ભૂજ વાળા સાથે રહ્યા હતા.