ગાંધીધામ ના સેક્ટર વિસ્તારમાં સગપણ ફોક થયા પછી કપડા દેવા ગયેલા ફઈ ભત્રીજા ઉપર હુમલો કરી ધમકી અપાઈ છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સેક્ટર ૫ પ્લોટ નંબર ૪૬ રહેતા હાર્દિકભાઈ જગદીશભાઈ સથવારા ઉંમર વર્ષ ૨૩, સગપણ ફોક થયા બાદ કપડા સહિતનો સામાન તેના ફઈ સાથે પરત દેવા જતા આરોપી સુરેશ દામજી સથવારા અને રાહુલ સુરેશ સથવારા એ માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે