કોટડા (જ)માંથી ચોરાઉ બાઇક સાથે 1 ઝડપાયો

નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાંથી બાતમીના અધારે નખત્રાણા પોલીસે ચોરા બાઇક સાથે યુવકને ઝડપી લીધો છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ગુનામાં નખત્રાણા પોલીસે કોટડા જડોદર ગામના બસ સ્ટેશન પાસે ચોરાઉ બાઇક સાથે ફરતા કોટડા જડોદર ગામના આરોપી અશ્વિન શંકર કોલી (ઉ.વ.22)ના કબજામાંથી ચોરાઉ મોટર સાયકલ જી.જે.10 બી.બી.2105 કબજે કરીને નખત્રાણા પોલીસે આરોપી વિરૂધ આગળ ની કાર્યવાહી કરી હતી.