ભુજની યુવતીને રાજ્ય ખેલકૂદમાં ત્રણ સુવર્ણ ચંદ્રક

જુનાગઢ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની છઠ્ઠી માસ્ટર્સ ખેલ મહાકૂદમાં ભુજની યુવતીએ ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવીને કચ્છનું ગોરવ વધાર્યું હતું.ભુજના નિર્મલા મહેશ્વરીએ ગોળા ફેંક, બરછી ફેંક અને ડિસ્ક થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. હવે તે ચંદીગઢ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા સાત વર્ષથી રાજ્ય કક્ષાની હરીફાઇમાં ભાગ લેતી આ યુવા ખેલાડીએ અગાઉ મલેશિયા અને શ્રીલંકા ખાતે યોજાયેલી આંતર રાષ્ટ્રીય હરીફાઇમાં પણ ચંદ્રકો મેળવ્યા છે