ભોજપુરમાં સાસરીયાઓએ પરણિતાને હાથમાં બ્લેડથી ચેકા માર્યા

મુન્દ્રા તાલુકાના ભુજપુર માં પરિણિતાને શારીરીક માનસીક ત્રાસ આપીને હાથ પર બ્લેડ ના ચેકા મારી હેરાન-પરેશાન કરનાર સાસરિયાઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મહિલા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મોટી ભુજપુર માં રહેતા હીના બેન મહેન્દ્ર નિજાર ઉંમર વર્ષ પછી આવી ને મહેન્દ્ર કાનજી નિંજાર, કાનજી ધનજી નિજાર, રેણુ બેન કાનજી નીજાર, પ્રવીણ કાનજી નીજાર અને ગોપાલ કાનજી નીજાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય હીનાબેન ના પતિ મહેન્દ્ર એ હાથમાં બ્લેડ ના ચેકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના પગલે હીનાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે ભોગ બનનાર નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે