ગાંધીધામમાં ઘરમાં જુગાર રમતી પાંચ મહિલાઓ ૮૦ હજારની રોકડ સાથે ઝડપાઇ

ગાંધીધામના સેક્ટર ૨ વિસ્તારમાં પ્લોટ નંબર ૬૭ માં પોલીસે રેડ પાડી મકાન નંબર સાત માં જુગાર રમતી પાંચ મહિલાઓને ૮૬ હજારની રોકડ સાથે ઝડપી પાડી હતી તો બીજા બનાવમાં શહેરના કાર્ગો એકતાનગર માં જુગાર રમતા ત્રણ સખ્સો ને ૨૨૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્‌યા હતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સેક્ટર-૨ વિસ્તારમાં પ્લોટ નંબર ૬૭ મકાન નંબર સાત માં ગંજીપાના હારજીતનો જુગાર રમતી કૌશલ્યાબેન દિલીપકુમાર દતાણી ઠક્કર, માલાબેન પ્રફુલભાઈ સંખલપૂરા, મોનિકા બેન લોકુમલ લાલવાણી, જોસનાબેન તુલસીદાસ ઠક્કર, પૂજાબેન ઓમ પ્રકાશ નવાણી, મોહિની બેન ચતુરસિંહ યાદવ ને રોકડા રૃપિયા ૮૫ હજાર છસો તેમજ ૫ મોબાઇલ ફોન ત્રણ વાહન સહિત કુલ રૂપિયા ૧૭ લાખ ૯૦ હજાર છસો ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડી હતી