કચ્છના આકાશમાં દેખાયો ચમકતી ટ્રેનનો નઝારો

અમેરીકન કંપની સ્પેસ એક્ષ દ્વારા ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેકટ શરુ કરવા મા આવ્યો છે જે અંતર્ગત આખી દુનિયા ફરતે ઉપગ્રહો નું જાળું બનાવી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ છે. કંપની ૧૬૦૦ થી વધારે નાના નાનાં ઉપગ્રહો ૩૦૦ થી ૪૦૦ કિમિ ની ઊંચાઈએ સ્થાપિત કરવા માંગે છે જેના અનુસંધાને ૧૧ નવેમ્બર ના એક સાથે ૬૦ ઉપગ્રહો અમેરિકા ના ફલોરિડા ના કાનાવેરલ મથકેથી છોડવામા આવ્યા હતા જે ૧૨ નવેમ્બર ના રોજ કચ્છના આકાશમાં વાયવ્ય ખૂણે થી દક્ષિણ બાજુ ૧૯.૨૯ થી ૧૯.૩૨ સમય દરમિયાન નરસી ભાઇ, નારાણ ભાઈ વગેરે એ જામ કૂનરીયા ગામે થી જોયા હતા. એક સાથે ૬૦ જેટલા ચમકતા ઉપગ્રહોની ટ્રેન ધોરડો, ગોરેવાલી, જામ કૂનરિયા ચોબારી સ્થળો એ દેખાયા હતા એ અમેરિકા ના ફલોરિડા રાજય ના કેપ કાનાવેરલ થી ૬૦ સેટેલાઈટઙ્ગ ૧૧ નવેમ્બર ના ફાલકન રોકેટની મદદથી છોડ઼ેલા જે દેખાયા હતા. આ માહિતી કચ્છના જાણીતા એસ્ટ્રોનોમર નરેન્દ્ર ગોર દ્વારા અપાઈ હતી.