ભચાઉના વીજપાસર નજીક ભુજના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

ભુજ શહેરના ફતેમામદના હજીરા પાસે રહેતા યુવકની લાશ ભચાઉ તાલુકાના વીજપાસર ગામના પુલ નીચે મળી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે મૃતકના સાસરીયાઓની પૂછપરછ કરતાં તેની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઓટો રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા સુલેમાન આમદ સીરકીની વીજપાસર ગામ પાસે રોડના પુલ નીચે લાશ મળી હતી. સુલેમાનનો તેની પત્ની સાથે ગૃહકંકાશ ચાલતો હતો. મામલો તલ્લાક સુધી પણ પહોંચી ગયો હતો. ભુજમાં જ હિના પાર્ક1 ખાતે રહેતા તેના માતાપિતા પાસે રહેતી પત્ની પાસે જતો ત્યારે અવારનવાર બોલાચાલી થતી હતી. ભુજ એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતકના બે સાળા, સસરા અને પત્નીએ ઢોરમાર અને લાકડી ધોકાની માર મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. માથામાં ગંભીર ઈજાઓને પગલે તે ઘરના દરવાજે જ ફસાઈને પટકાયો હતો. બાદમાં દરવાજા બંધ કરીને સાસરીયા ઘરમાં જતા રહ્યા હતા. પરંતુ ચાર દિવસ પહેલા રાત્રે નવેક વાગ્યે દરવાજો ખોલતા યુવકની લાશ પડી હતી. જેને સગેવગે કરવા માટે તેના સાળા અને સસરાએ યોજના ઘડી હતી. ભુજમાં સુમો ચલાવતા હાજી ઉર્ફ રોહિત ચમારને બોલાવીને તેની ગાડીમાં સુલેમાનની લાશને વીજપાસરના પુલ નીચે ફેકી દીધી હતી. હત્યા બાદ સુલેમાનની રીક્ષા હિના પાર્ક 1 બહાર બિનવારસી હાલતમાં મળી હતી. સુલેમાનની હત્યા તેની લાશ વિકૃત થઈ હતી. જેથી શરીરના કયા ભાગ અને અંગમાં કેવી ઈજા થઈ છે તેની કઈ ઈજાના કારણે મોત થયું તેની તપાસ માટે લાશને જામનગર મેડિકલ કોલેજ ખસેડાઈ હતી.