કચ્છમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમના નવ વિમાનોએ હેરતઅંગેજ આકાશી કરતબો કર્યા

121988l

સરહદી જિલ્લામાં કચ્છમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમના નવ વિમાનોના હેરતઅંગેજ આકાશી કરતબો કર્યા હતા. સૂર્યકિરણ ટીમમાં સામેલ નવ એડવાન્સ જેટ ટ્રેનર વિમાનોએ નલિયા એરબેઝ પરથી આકાશમાં ઉડાન ભરી હતી. લગભગ અડધો કલાક સુધી પ્રતિ કલાક ૬૦૦ થી ૧ હજાર ૨૦૦ કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડતા રહીને શ્વાસ અધ્ધર કરી દે તેવા વિંગ ઓવર, લૂપ્સ, બેરલ રોલ્સ, રોલિંગ ક્રોસ જેવા વિવિધ કરતબ આકાશમાં દર્શાવ્યા હતા. આ એર શો શાળાના બાળકોએ નિહાળ્યો હતો. વિદ્યાર્થીઓમાં સેના પ્રતે સન્માન કેળવાય અને વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં વાયુસેનામાં જોડાવાની પ્રેરણા લે તે હેતુ થી એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.