કોટડા-ચકાર, મોટા બંદરાના બે શખ્સો ગાંજા સાથે જડપાયા

મોટા બંદરા ગામના અને હાલે તાલુકાના કોટડા (ચકાર) ગામે રહેતા જાકબ ઉર્ફે યાકબ ઉર્ફે બબો દાઉદ કુંભાર અને આમદશા ભચલશા શેખ નામના બે ઇસમને કેફીદ્રવ્ય ગાંજાના પોણો બે કિલો જથ્થા સાથે ઝડપી પાડી તેમની સર્વગ્રાહી પૂછતાછ હાથ ધરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સહાયક ફોજદાર વાછિયાભાઇ લાખુભાઇ ગઢવીની બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરીને આ બન્ને ઇસમને દબોચી લેવાયા હતા. તેમની પાસેથી રૂા. 10500ની કિંમતનો એક કિલો 747 ગ્રામ ગાંજો કબ્જે લેવાયો હતો. સાથેસાથે સેમસંગ કંપનીના બે મોબાઇલ અને રૂા. 1300 રોકડા પણ આ બન્ને પાસેથી કબ્જે કરાયા હતા માહિતી મુજબ જાકબ કુંભાર અને આમદશા શેખની વિધિવત ધરપકડ કરી તેમની સામે નારકોટિકસ ધારા હેઠળ વિધિવત ગુનો દાખલ કરાવાયો હતો.