ભુજ રોટરી ધ્વારા આતંરરાષ્ટ્રીય રોડ વિકટીમ ડે નિમિત્તે ચલાવાયો જન જાગ્રુતિ અભિયાન .

સરકાર ધ્વારા ટ્રાફિકના નિયમો બનાવાય છે, પરંતુ તેની અમલવારીમાં પ્રજાનો જોઇયે તેટલો સહયોગ સાંપડતો નથી,પરિણામે પોલીસને પબ્લિક સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે.તાજેતરમાં ગુજરાત સરકાર ધ્વારા નિયમ ભંગ માટે દંડની રકમમાં વધારો કરવામાં આવતાં થોડીક સભાનતા આવી છે, એવું અહીં રોટરી ક્લબ – ભુજ ધ્વારા આયોજીત ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમમાં બોલતા ડી.વાય.એસ.પી. બી.એમ. દેસાઈ એ જણાવ્યું હતું.ઇન્ટરનેશનલ રોડ વિકટીમ ડે નિમિત્તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા સમયે આવા બનાવો બનતા અટકે તે માટે ભુજ ડી.વાય.એસ.પી. જે.એન..પંચાલે પ્રજા સહયોગ કરે તેના પર ભાર મૂક્યો હતો.ટ્રાફિક નિયમો અંગેની સવિસ્તૃત જાણકારી આપતાં આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એન.વી. બારોટે લોકો ધ્વારા જ્યારે પહેલ થશે ત્યારે જ ટ્રાફિક નિયમો સાચા અર્થમાં સાર્થક થશે તેમ જણાવી ઉપસ્થિત સોૈને નિયમોની અમલવારી કરવામાં પહેલ કરવાના સોૈગંદ લેવડાવ્યા હતા.અકસ્માત સમયે ઘાયલ દર્દી હોસ્પીટલ ડોકટર પાસે પહોંચે તે દરમ્યાન એક સાચા નાગરિક તરીકેની નિભાવવાપાત્ર ફરજો અંગે ઉલ્લેખ કરતાં સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે જણાવ્યું હતું કે, ઘાયલને પ્રાથમિક સારવાર મળે તો ડોકટરનું અડધું કામ સરળ બંને છે. સામાન્ય નાગરિકે આવા સમયે કોઇ પણ જાતના બીક કે સંકોચ વગર ૧૦૮ ના માધ્યમથી કે અન્ય કોઇ પણ રીતે પેશન્ટ દવાખાને પહોંચે તેવી વ્યવસ્થા કરી, પોલીસને જાણ કરવી જોઇયે.
ભુજ નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકીએ પ્રજા જાગ્રુત બંને તે માટેના રોટરી ધ્વારા આદરાયેલ પ્રયાસોને બિરદાવી શુભેચ્છા પાઠવતા આ કામગીરી માટે નગરપાલિકાના સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી.પ્રારંભમાં દિપ પ્રાગ્ટય ઘ્વારા ખુલ્લા મુકાયેલ આ કાર્યકર્મમાં ક્લબ પ્રમુખ નીતીન સંઘવીએ સોૈને આવકાર્યા હતા અને લોકજાગ્રુતિના આવા કાર્યક્રમો આપતા રહેવાની ખાત્રી આપી હતી.આ અભિયાન અંતર્ગત રોટરેકટ મિડટાઉનનાં અગ્રણી કુ. સહેલી શાહની ટીમ અને ઈનટરેકટ ક્લબ (વી.ડી. સ્કૂલ ) ના પ્રમુખ આશુતોષ શાહ ની આગેવાની હેઠળની ટીમ ધ્વારા જિલ્લાના વડા મથક ખાતેના ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે ભુજ પી.એસ.આઇ. વી.બી.ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોની અવગણના કરતા લોકોને ગુલાબનું ફૂલ આપી, નિયમોનું પાલન કરવા સમજૂત કર્યા હતા અને આ માટેના તૈયાર કરાવવામાં આવેલ પેમ્ફલેટનું વિતરણ જાહેર જનતાને કરવામાં આવેલ. પ્રોજેકટ અન્વયે રોટરી ધ્વારા સરકારી નિયમો હેઠળ તૈયાર થયેલ વિવિધ પ્રકારના હેલ્મેટોનું પ્રદર્શન તથા નિદર્શન કરવામાં આવેલ, જે સ્ટોલની ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઊમટ્યાં હતા.પોલીસ, આર.ટી.ઓ. અને આરોગ્ય તંત્રના સહયોગથી યોજાયેલ આ કાર્યકર્મનું સંચાલન પ્રોજેકટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે, જ્યારે આભારવિધિ ક્લબ ઉપપ્રમુખ ડો. ઉર્મીલ હાથીએ કરેલ હતી. વ્યવસ્થા ક્લબ મંત્રી અભિજીત ધોળકીયા, રાજન મોરબીયા, હરદેવસિંહ જાડેજા , તિલક કેશવાણી વિગેરેએ સંભાળેલ હતી.