ગઈકાલે કચ્છના આકાશમાં દેખાયેલ પ્રકાશપુંજે લોકોમાં ચર્ચા અને કુતુહુલ સજર્યું છે. આ વખતે દક્ષિણ પૂર્વના ખૂણે એટલેકે અગ્નિ ખૂણે ૨૨૦ ડીગ્રી ઉપર પ્રકાશપુંજ દેખાતા ખગોળ શોખીનો, પ્રજાજનો તથા સુરક્ષા એજન્સી સહીત તમામ લોકોમાં કુતુહલનો માહોલ છવાઈ ગયો હતો. આ બાબતે અનેક લોકોના ફોન આવ્યા બાદ વધુ વિગતો આપતાં સ્ટારગેઝીંગ ઈન્ડિયાના ડાયરેકટર અને કચ્છ એસ્ટ્રોનોમી કલબના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું કે આ પ્રકાશપુંજ ખૂબ જ પ્રકાશિત હતો. શરૂઆતમાં તો ઊંચેથી કોઈ લાઈટનો શેરડો નાખતો હોય તેવું જણાયું પરંતુ તેની ઊંચાઈ અને વ્યાપ જોતાં આ શકયતાનો છેદ તુરંત જ ઊડી ગયો હતો. આ પ્રકાશપુંજ ભચાઉના આમરડી, ખડિર, ચપરેડી, ભુજ, સહીતના વિસ્તારોમાંથી આ પ્રકાશપુંજ દેખાતો હોવાના સંદેશાઓ વાયરલ થતા લોકો કુતુહલ, રોમાંચ, અને આશંકાની લાગણી ફેલાઇ હતી,ઙ્ગ ભચાઉ ના અમારડી ગામના તુર્ક તાહેરમામદ ભાઇ ના જણાવ્યા મુજબ આ પ્રકાશ એક જગ્યાએ રહી ગોળ ગોળ ફરતો હોય તેવું જણાયું હતુ, જયારે કેટલાક નિરીક્ષકો ના મતે આ પ્રકાશ દ્યડિયાલ ના લોલક ની જેમ ફરતો હતો.આ પ્રકાશ પુંજ અર્ધાં થી પોણો કલાક દેખાયા બાદ ગુમ થઈ ગયો હતો જે અનેક પ્રશ્નો છોડી ગયો હતો. યુ એફ ઓ (ઊડતી રકાબી), હોઇ શકે? આ પ્રશ્ન નો ઉત્ત્।ર આપવો કઠીન છે તેમ કહેતાં શ્રી ગોર જણાવે છે કે તેના ફોટો વિડીયો વગેરે જોયા પછી કઈંક નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય પરંતૂ આવો બનાવ આ અગાઉ કયારે પણ બન્યો હોય તેવું જાણ્યું નથી તેથી તે સામાન્ય વસ્તુ તો ન હતી જ એમ કહી શકાય