Skip to content
એલ.સી.બી.ના કર્મચારીઓને બાતમી રાહે હકીકત મળેલ કે, મુંદરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૮૯/૨૦૧૯, આઇ.પી.સી. કલમ – ૩૭૯ મુજબના ગુના કામે તા.૦૭/૧૧/૨૦૧૯ ના આરોપી રજબ અલી બરબત અલી પઠાણ તથા સોયબ સલીમ ધાંચીનાઓની ચોરીના મોટર સાયકલ સાથે ધરપકડ કરેલ તે સમયે ઉપરોકત ચોરીમાં સામેલ નદીમ મણીયાર નાસતો ફરતો હોય જે ડાંડા બજાર મેમણ પાન હાઉસ પાસે હાજર હોવાની હકીકત આધારે ઝડપી એલ.સી.બી. કચેરીએ લઇ આવી પુછ-પરછ કરતા મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત આધારે મજકુરની સી.આર.પી.સી. કલમ – ૪૧(૧)(આઇ) મુજબ ધરપકડ કરવામાં આવેલ. તેમજ મજકુરની ધરપકડ દરમ્યાન યુકિત પ્રયુકિતથી પુછ-પરછ કરતા કબુલાત કરેલ કે, આજથી ૬ માસ અગાઉ માનકુવા પોલીસ સ્ટેશનના ભારાસર ગામે ન્યુ પટેલ આઇસ કેન્ડીના માલીક રાત્રીના પોતાની દુકાનેથી રૂપીયાનો થેલો લઇ પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી (૧)રઝબઅલી બરકતઅલી પઠાણ, ઉ.વ.૨૧, રહે.ભીડનાકા બહાર, સીતારા ચોક, ભુજ તથા (ર) સોયબ સલીમ ધાંચી, ઉ.વ.૨૧, રહે.ભીડનાકા બહાર, જમાતખાનાની પાસે, ભુજ વાળા સાથે આરોપી (૩) નદીમ ઉર્ફે ગોલીયો અબ્દુલકાદર મણીયાર, ઉ.વ.૨૧, રહે.ખત્રી ચોક, આશાપુરા રીંગ રોડની બાજુમાં, ભુજ* વાળાએ પોતાની અપાચે મો.સા. નં.GJ-12-DC-6081 વાળીમાં લુંટની કોશીષ કરેલ જેમાં ઝપાઝપી દરમ્યાન ન્યુ પટેલ આઇસ કેન્ડીના માલીકે થેલો નહી આપી રાડા રાડી કરતા રઝબઅલી તથા શોયબ ધાંચીએ પોતાના હાથમાંની છરી વળે હાથ, પગ તથા પેટના ભાગે ઇજા કરેલ જે બાબતે માનકુવા પો.સ્ટે.માં ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફ.ગુ.ર.નં.૧૯/૨૧૦૯, આઇ.પી.સી. કલમ – ૩૯૪, ૧૧૪ તથા ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનો લાંબા સમયથી વણઉકેલ હોય જેને શોધી ઉપરોકત આરોપીઓ પૈકી (૧) નદીમ ઉર્ફે ગોલીયો અબ્દુલકાદર મણીયાર, ઉ.વ.૨૧, રહે.ખત્રી ચોક, આશાપુરા રીંગ રોડની બાજુમાં, ભુજવાળાએ કબુલાત કરતા મજકુરને આગળની કાર્યવાહી માટે માનકુવા પો.સ્ટે. તરફ સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.