બંદરિય માંડવી શહેર માં ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગો થી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જેનો કારણ છે સમય દરમ્યાન સાફ-સફાઈ, વરસાદી નાલા ઓમા વધી ગયેલી ગંદકી,જયા-ત્યા ઉભરાતી ગટરોની ચેમ્બરો,ડીડીટી દવાનો છંટકાવ જેવી જરૂરી યોગ્ય કામગીરીનો અભાવ. શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ મેળવી ચુકેલી માંડવી નગરપાલિકા ના ચીફ ઓફિસરશ્રી, પ્રમુખશ્રી તથાં શહેરના તમામ નગરસેવકોને શું શહેરીજનોની સ્વાસ્થય સંબંધિત કોઈ ચિંતાજ નથીં. શહેરમાં ડેન્ગ્યુ,ચિકનગુનિયા અને મેલેરિયા જેવા વાયરસ થી માંડવી શહેરના તમામ હોસ્પિટલો હાઉસ ફૂલના પાટિયાં ઝુલાવી રહયાં છે. નગરજનો મોંઘી દાટ હોસ્પિટલોમાં ચુકવી રહયાં છે અને આમ લોકોની આર્થિક સ્થિતિ નબળી પળી રહી છે. ત્યારે આ જાડી ચામડીના સત્તાધિશોને ફક્ત મોટાં-મોટાં તાયફા કરવામાં જ રશ છે. શહેરના બાબાવાડી વિસ્તારમા રહેતા ભાજપ ના સક્રિય કાર્યકરતા કિશોરભાઈ જોષી જે ગણા સમયથી ડેન્ગ્યુની ઝપેટમાં છે.
તેમનાં વિસ્તારમાં વરસાદી નાલા મા થયેલી ગંદકી જેમા સાફ-સફાઈ ન થતાં તે વિસ્તાર ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયો છે. અડધાં લાખની વસ્તી ધરાવતું માંડવી મા ફક્ત એકજ ફોગીંગ મશીન છે જેનો ઉપયોગ રાજકિય વગ ધરાવતા લોકોના વિસ્તારમા ફોગીંગ થાય છે અને પછાત વિસ્તારોને હંમેશા બાકાત જ રાખવામાં આવે છે તેવું મિડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. પોષ વિસ્તાર એવાં બાબાવાડી મા 4 સત્તાપક્ષ ના નગરસેવકો એમાંથી પૂર્વ પ્રમુખનો વિસ્તાર હાલ ગંદકી અને રોગચાળાના ભરળા મા છે.સત્તાપક્ષ ના કાર્યકરતાઓ પોતે ડેન્ગ્યુ જેવાં રોગચાળામાં ઝપેટમાં આવી ગયાં છે. વારંવાર લેખિત તથાં મોખિક કરછ-મોરબી સાંસદ શ્રીને તથાં માંડવી નગરપાલિકામા કરવામાં આવી છે તેમ છતાં નગર સેવા સદનના બની બેઠેલા જાડી-ચામડીના સત્તાધિશોના પેટ નું પાણી પણ નથીં હાલતું. જો પૂર્વ અધ્યક્ષાના વિસ્તાર માજ સફાઈ કામગીરી ન થતી હોય, તો શહેરમાં આમ વિસ્તારની કેવી હાલત હશે ?
માંડવી નગરપાલિકામા મળતી નાલા સફાઈની ગ્રાન્ટો લાખોમાં પાસ થાય છે પણ સફાઈના નામે શૂન્ય ? તો આ લાખોની ગ્રાન્ટો પાછળ કેટલો ભ્રષ્ટાચાર થતો હશે ? તો આ માટી-પગા સત્તાધિશો એકશન મૂળમાં આવશે કે નહીં, કે કુંભકરણ ની ગોર નિદ્રામા સૂતાં રહેશે ? માંડવી મા “સ્વરછતા અભિયાન” ના નામે માત્ર 4 ફોટા પડાવીને ફક્ત સોશ્યલ મિડિયામા વહેતાં કરી અને ખોટી વાહ-વાહ કરી સસ્તી પ્રરસિધી ફકત કેમ મેળવાય તેવું ચાલે છે વહીવટ અને આ છે નિંભર માંડવી નગરપાલિકાનો વિકાસ. મિત્રો તમે વિચારતો કરો કે, ભચાઉ ના યુવા નગરપતિ કુલદિપસિહજી જાડેજા ને યુનોનુ સંયુક્ત રાષ્ટ્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યુ છે તો કેવાં ભચાઉમા વિકાસ ના કામ થતાં હશે, કે જે વિકાસના કામોની સુવાસ વિદેશ સુધી ફેલાવી રહયાં છે.જે વિદેશ પ્રવાસ જઈ અને ત્યાના પ્રતિનિધીઓ સાથે પોતાના મંતવ્યો વર્ણવ્યા છે. ખરેખર આને કહેવાય ભચાઉ શહેરનો વિકાસ એની મહેક વિદેશ સુધી ફેલાઈ રહી છે અને પક્ષિમ તરફ જૂઓ બંદરણિય શહેર માંડવીની હાલત. ગૌ માતા માટે ઉમદા કાર્ય કરતાં અને સરળ સ્વભાવ ના માંડવી ને ધારાસભ્ય વિરેન્દ્રસિહજી જાડેજા મળ્યા છે જેઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરીને માંડવી નો વધું વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહયાં છે અને માંડવી નગરપાલિકા મા બની બેઠેલા સત્તાધિશો શહેરનો નામ બદનામ કરી રહયાં છે તેવી માંડવી શહેરીજનોના મુખે ચર્ચાઓ થઈ રહી છે.