8 ડિગ્રી સાથે નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી

અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન નલિયાના લોકોએ સોમવારે સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. કચ્છમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. કચ્છમાં મહત્તમ તાપમાન 30.0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8.0 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 8.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને 30.0 ડિગ્રી