Skip to content
માનકૂવા પાસે જંગલ વિસ્તારમાં જુગાર રમતા સાત ખેલીઓને રોકડા રૂા. 14,405 પોલીસે દબોચી લીધા હતા. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જુણસ ઉર્ફે અભાસ સુલેમાન કુંભાર, જુણસ આમદ કુંભાર, અબ્દુલ કાસમ કુંભાર, મુસ્તાક ઉર્ફે અદ્રેમાન દાઉદ કુંભાર, હુસેન ઈસ્માઈલ કુંભાર, અઝીમ સુલેમાન કેર, હનીફ કાસમ કુંભાર રોકડા રૂા. 14,405 સાથે જાહેરમાં ગંજીપાના જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.