ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ આવતીકાલે કચ્છના પ્રસિધૃધ રણ ઉત્સવમાં આવશે. તારીખ ૧૫ ડિસેમ્બરના રોજ સાંજે ૭ કલાકે કચ્છના ધોરડો ગામના સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રણ ઉત્સવમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિાથી તરીકે રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી સહિતનાઓ ઉપસિૃથત રહેશે.ઉપરાષ્ટ્રપતિ સફેદરણમાં ઢળતી સંધ્યાએ સૂર્યાસ્ત અને ચંદ્રોદયની દાર્શનિક અનુભૂતિ કરશે. તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે અને રાત્રિ રોકાણ ટેન્ટ સિટીમાં જ કરશે. આ વર્ષે રણ ઉત્સવની થીમ રણની કહાનિયાં રાખવામાં આવી છે. જે અંતર્ગત પ્રવાસીઓ ટેન્ટ સિટીથી તેમના અનુભવોનું પણ વર્ણન કરી શકશે. ૧ ડિસેમ્બર ૨૦૧૯ થી શરૃ થયેલ રણ ઉત્સવ ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૦ સુાધી ચાલશે.