કંડલામાં સીઆઈએસેફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ખેરુલ ઇસ્લામ તસ્લિમમિયાં વિરુદ્ઘ તેમની પત્નિએ સોના ચાંદી ના દાગીના તેમ જ ફર્નિચર સહિત રૂ.૧,૬૯,૭૦૦ ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચાર મહિના પહેલા બનેલ આ બનાવ અંગે જણાવ્યા પ્રમાણે પતિની રાજસ્થાન બદલી થયા બાદ બન્ને વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. પતિ રાજસ્થાન ગયા બાદ પત્ની એકલી કંડલા રહેતી હતી અને બન્ને વચ્ચે કેસ ચાલતો હતો. તે વચ્ચે પત્ની પશ્યિમ બંગાળ ગયા બાદ બન્ને વચ્ચે સંબંધો વધુ વણસ્યા હતા. પત્નિ પરત કંડલા આવી ત્યારે દ્યરનું તાળું તૂટેલી હાલતમાં હતું અને સામાન ચોરી થયો હતો. અંતે ગઈકાલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા કંડલા પોલીસે તપાસ શરૂ કરી છે.